અમદાવાદથી દિલ્હી જવું દુબઇ કરતાં પણ મોંઘું, દિવાળીના તહેવારમાં એરફેરમાં પાંચ ગણો વધારો
અમદાવાદથી દિલ્હી જવાનું આયોજન કરનારા લોકોએ પાંચ ગણું વધુ ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે. અમદાવાદ-દિ

અમદાવાદથી દિલ્હી જવાનું આયોજન કરનારા લોકોએ પાંચ ગણું વધુ ભાડું ચૂકવવાની તૈયારી રાખવી પડશે. અમદાવાદ-દિલ્હીનું વન વે એરફેર સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધીને રૂપિયા 21 હજારને પાર થઇ ગયું છે. દિવાળીના તહેવારને લઇને એરફેરના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
અમદાવાદથી દિલ્હીની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે પરંતુ દિવાળી અગાઉ એટલે કે 30 ઓક્ટોબરના મહત્તમ એરફેર રૂપિયા 21 હજાર જોવા મળે છે. અમદાવાદથી દુબઇ માટે વન વે એરફેર રૂપિયા 13340 છે. દિલ્હી કરતાં પણ દુબઇ જવું વધારે મોંઘુ થયું છે. દિલ્હીથી અમદાવાદનું વન વે એરફેર આ જ અરસામાં રૂપિયા 2500થી રૂપિયા 4100ની આસપાસ છે.
આ સિવાય અમદાવાદથી ચેન્નાઇ માટે રૂપિયા 19398, કોલકાતા માટે 17318, ચંદીગઢ-ગોવા માટે રૂપિયા 13 હજારથી વધુ એરફેર છે.
જાણકારો અનુસાર, દિવાળીના મહિનાઓ પહેલા જ અમુક ટિકિટ બ્લોક કરી દેવામાં આવે છે. દિવાળી નજીક આવે તેમ તેઓ વધુ ભાવ સાથે આ ટિકિટ રિલિઝ કરવા લાગે છે.
અમદાવાદથી ક્યાં જવા માટે મહત્તમ કેટલું વન-વે એરફેર
| સ્થળ | દિવાળીમાં ભાવ |
| દિલ્હી | 21,620 |
| ચેન્નાઇ | 19,398 |
| કોલકાતા | 17,318 |
| ચંડીગઢ | 13,630 |
| જયપુર | 13,630 |
| શ્રીનગર | 9,771 |
| પુણે | 5,738 |
| બેંગાલુરૂ | 9,825 |
| કોચી | 7,578 |
| હૈદરાબાદ | 11,582 |
| ગોવા | 12,471 |








