અમદાવાદ : ખ્યાતિ હોસ્પિટલના CEO રાહુલ જૈનની જામીન અરજી કોર્ટે ફગાવી
Khyati Hospital PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડમાં મોટા સમાચાર સામે

Khyati Hospital PMJAY Scam : ખ્યાતિ હોસ્પિટલ PMJAY કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. ખ્યાતિ હોસ્પિટલના CEO રાહુલ જૈન દ્વારા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જો કે કોર્ટે રાહુલ જૈનની જામીન અરજી ફગાવી દીધી છે.
ખ્યાતિ હોસ્પિટલમાં નાણાકીય વ્યવહારની જવાબદારી સંભાળતો હતો રાહુલ જૈન
રાહુલ જૈન ખ્યાતિ હોસ્પિટલમાં નાણાકીય વ્યવહારની જવાબદારી સંભાળતો હતો. રાહુલ જૈને બે વર્ષમાં ખ્યાતિ હોસ્પિટલમાંથી 71.80 લાખ રૂપિયા મેળવ્યા હતા. અમદાવાદના 50 કિલોમીટર વિસ્તારમાં ડોક્ટરોને દર્દીઓને ખ્યાતિ માટે રીફર કરવા માટે પૈસા આપતો હતો. તે હોસ્પિટલના નાણાકીય વ્યવહારથી માહિતગાર હતો.
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં બે દર્દીઓના મૃત્યુ બાદ રાજ્ય સરકારે ડોક્ટરોની કમિટી બનાવી હતી. જેમાં સામે આવ્યું હતું કે, જરૂર ન હોવા છતાં દર્દીઓને ડર બતાવીને એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને આના માટે એન્જીયોગ્રાફીના ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા, જેથી કમિટીને હેડ કરતા ડોક્ટરે હોસ્પિટલના ડાયરેક્ટર સહિતના મેમ્બર્સ સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.






