મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગનું એકશન, ગુજરાતની વધુ 15 હોસ્પિટલો PMJAYમાંથી સસ્પેન્ડ

અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું છે.

ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગનું એકશન, ગુજરાતની વધુ 15 હોસ્પિટલો PMJAYમાંથી સસ્પેન્ડ

અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ હવે સફાળું જાગ્યું છે. સારવારમાં બેદરકારી, ગેરરીતિ સહિતના કારણે 15 હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સારવારમાં બેદરકારી, PMJAYમાં ગેરરીતિ, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજરનું પાલન નહીં કરવું જેવા વિવિધ કારણો સામે આવતાં હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર, આરોગ્ય વિભાગ  દ્વારા અત્યારસુધી કુલ 28 જેટલી  હોસ્પિટલને પીએમજેએવાયમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ઉપરાંત સારવારમાં બેદરકારી સહિતના કારણે કેટલાક ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરાયાની વિગતો સામે આવી છે.

આ સમાચાર શેર કરો