મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોપાલ ઈટાલીયાને પ્રમોશન અંગે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રમોશન આપવા માટેની યાદીમાં નવ વર્ષ પહેલ

ગોપાલ ઈટાલીયાને પ્રમોશન અંગે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રમોશન આપવા માટેની યાદીમાં નવ વર્ષ પહેલાં સરકારી નોકરી છોડી ચૂકેલા આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પ્રમોશન આપી કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા ભલામણ કરવામાં આવી છે. જો કે, ગોપાલ ઇટાલિયાએ 2015માં જ પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી હતી. 

ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં બઢતી માટેની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં વિવિધ વિભાગોને યાદીમાં સામેલ નામ અંગે તપાસ કરવા આદેશ કરતી નોટિસ છે. જો કે, આ યાદીમાં નવ વર્ષ પહેલાં કોન્સ્ટેબલની નોકરી છોડી ચૂકેલા ઇટાલિયાનું નામ પણ સામેલ છે. ગુજરાત સરકારના આ છબરડાંથી સવાલ ઊભા થઈ રહ્યા છે કે, રાજીનામું આપી દીધું હોવા છતાં જો આ યાદીમાં ઇટાલિયાનું નામ સામેલ છે, તો શું તેના નામ પર આટલા વર્ષો સુધી પગાર પણ થતા હતા?  જો કે હવે આ મામલે અમદાવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે. 

અમદાવાદ પોલીસે કરી  સ્પષ્ટતા 

અમદાવાદ પોલીસ વિભાગે ગોપાલ ઇટાલિયાની પ્રમોશન મુદ્દે વાયરલ પોસ્ટ અંગે સ્પષ્ટતા આપતાં X પર પોસ્ટ કર્યું છે કે, અમુક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયાને 2015માં પોલીસ નોકરીમાંથી રાજીનામું આપ્યું હોવા છતાં 2024માં હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપેલ છે, પરંતુ આ સમાચાર તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. 

વર્ષ 2012માં હાજર થયેલા પોલીસ કર્મચારીઓના નામ આ યાદીમાં આપવામાં આવ્યા છે. જેમની વિરૂદ્ધ  કોઈ કાર્યવાહી થઈ રહી છે કે કેમ તેની તપાસ અંગે આ નોટિસ જારી કરવામાં આવી છે. જેથી ગોપાલ ઇટાલિયાનું નામ આ યાદીમાં સામેલ છે, પંરતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. એટલે કે ગોપાલ ઈટાલીયાને કોઈ બઢતી આપવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો