મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : બાઈક પર સ્ટંટબાજી કરનારા યુવકોને ટકોર કરતા પોલીસકર્મી પર કર્યો હુમલો, 3ની ધરપકડ

Ahmedabad News : અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક ચલાવી શો બાજી કરતા યુવકોને ટકોર કરવી પોલીસ કર

AHMEDABAD : બાઈક પર સ્ટંટબાજી કરનારા યુવકોને ટકોર કરતા પોલીસકર્મી પર કર્યો હુમલો, 3ની ધરપકડ

Ahmedabad News : અમદાવાદના નરોડા વિસ્તારમાં બાઈક ચલાવી શો બાજી કરતા યુવકોને ટકોર કરવી પોલીસ કર્મચારીને ભારે પડી છે. પોલીસ કર્મચારીએ તેની ફરજ સમજી યુવકોને ટકોર કરી તો ત્રણેયે પોલીસકર્મીને ગડદાપાટુ નો માર માર્યો.

ત્રણ સવારીમાં આડા અવળી બાઈક ચલાવતા હતા 

અમદાવાદ શહેરમાં કેટલાક મહિના અગાઉ બનેલ તથ્ય કાંડ બાદ પણ કેટલાક નબીરાઓ સુધારવાનું નામ લઈ રહ્યા નથી અને બેફામ ડ્રાઈવિંગ કરીને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મુકે છે.આવા કેટલાક નબીરા ઓને સાચી સલાહ આપવી પોલીસકર્મીને ભારે પડી છે. ત્રણ સવારીમાં આડા અવળી બાઈક ચલાવતા યુવકોને આ રીતે બાઈક ન ચલાવવા માટે કહેતા જ યુવકોએ ઉશ્કેરાઈને પોલીસકર્મચારીને માર માર્યો છે. 

પોલીસકર્મીને ગાળો બોલીને રોડ પર માર માર્યો

પોલીસ હેડ ક્વાર્ટર એફ-7 કંપનીમાં ફરજ બજાવતા લોકરક્ષક જયદેવસિંહ ઝાલા ઘરેથી નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન હંસપુરા બ્રિજ પહેલા એક બાઈક પર ત્રણ યુવકો આડા અવળી બાઈક ચલાવી પોલીસકર્મીને  ઓવરટેક કર્યા. જેથી પોલીસકર્મીએ તેમને ધીમેથી, જોઈને અને કોઈને નુકસાન ન થાય તે રીતે બાઈક ચલાવવા માટે કહ્યું હતું. જો કે આ સમયગાળા દરમિયાન ત્રણેય યુવકો ત્યાંથી જતા રહ્યા હતા. પરંતુ થોડે આગળ પહોંચતા તેમણે પોલીસકર્મીને ઉભો રાખ્યો હતો અને ગાળો બોલીને માર માર્યો હતો. જોકે પોલીસકર્મીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હોવા છતાં આરોપીઓએ તેને માર માર્યો હતો.

ત્રણેય આરોપીઓની ધરપકડ

સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા નરોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે  મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી, અને રોનક ઉર્ફે રાહુલ વાઘેલા નામના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો