મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : શેલામાં જ્યાં ખાડો પડ્યો હતો એ રોડ 45 દિવસ સુધી રહેશે બંધ, જાણો ડાયવર્ઝન રુટ

Ahmedabad News : ગત 30 જૂને અમદાવાદ શહેરમાં આશરે 7.5 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ પડ્યો હતો. શહેરના

AHMEDABAD : શેલામાં જ્યાં ખાડો પડ્યો હતો એ રોડ 45 દિવસ સુધી રહેશે બંધ, જાણો ડાયવર્ઝન રુટ

Ahmedabad News : ગત 30 જૂને અમદાવાદ શહેરમાં આશરે 7.5 ઈંચ જેટલો મૂશળધાર વરસાદ પડ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો ઘણી જગ્યાએ રોડ બેસી જવા અને મોટા ખાડા પડી જવાની ઘટનાઓ  ઘટી હતી. 

આ દરમિયાન શેલા વિસ્તારમાં ક્લ્બ-ઓ-7 રોડ પર મોટો ખાડો પડ્યો હતો. આ ખાડો એટલો મોટો હતો કે એમાં એક આખો ટ્રક સમાઈ જાય. આ ખાડો પડવાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. હવે આ રોડના સમારકામ માટે ઔડાએ 45 દિવસ માટે આ રોડને બંધ કર્યો છે અને  ડાયવર્ઝન રુટ જાહેર કર્યો છે. 

એસ.પી રિંગ રોડ પર અપાયું ડાયવર્ઝન

એસ.પી રિંગ રોડ પરએપલવુડ સર્વિસ રોડથી ઓર્ચિડ સ્કાય બિલ્ડિંગના ગેટથી સ્કાય આર્કેડ ચાર રસ્તા સુધીનો રોડ ખાડો પડવાના કારણે રસ્તો બેસી ગયો છે. 

આ ઉપરાંત ગ્રેવિટી અને મેઈન સીવરેજ લાઈનનું કામ ચાલુ હોવાથી સાવચેતીના ભાગરૂપે જરૂરી ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.   આ કામગીરી 45 દિવસ સુધી ચાલવાની છે, તેના વૈકલ્પિક ભાગરૂપે નકશામાં દર્શાવ્યા મુજબ ટ્રાફિક મૂવમેન્ટ કરી શકાશે. ઔડા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નકશામાં દર્શાવ્યા અનુસાર એસપી રિંગ રોડ અને વીઆઈપી રોડથી સરખેજ-સાણંદ રોડ પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો