Ahmedabad news: સાઈકો કિલરના પરિવારજનોએ જણાવ્યું અમારે વિપુલ સાથે નથી કોઈ સંબંધ
ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક 20 સપ્ટેમ્બરે બનેલા લૂંટ વિથ મર્

ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક 20 સપ્ટેમ્બરે બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટના સ્થળ લઈ જવાયો હતો.
પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો
આ દરમિયાન આરોપીએ પોલીસની બંદૂક છીનવીને પોલીસ પર જ ગોળીબાર કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો., જેમાં આરોપી વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનિય છે કે અડાલજ પોલીસ મથક વિસ્તારમાં 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે લૂંટ અને હત્યાનો એક ગંભીર ગુનો બન્યો હતો.
પરિવારના લોકોએ કહ્યું કે અમારે વિપુલ સાથે કોઈ સંબધ નથી
વિપુલ પરમારનું રીકન્સ્ટ્રક્શન દરમિયાન ફાયરિંગમાં મોત થયું હતું. પરિવારના લોકોએ કહ્યું કે અમારે વિપુલ સાથે કોઈ સંબધ નથી, અને વિપુલનો મૃતદેહ લેવા પરિવારમાંથી કોઈ જવાનું નથી.






