અમદાવાદ : નરોડામાં ભાજપની સભામાં ક્ષત્રિયોએ કાળા વાવટા બતાવી વિરોધ નોંધાવ્યો, જુઓ VIDEO
પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને લઈને ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે

પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને લઈને ઠેર-ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. જેમાં નરોડામાં નવયુગ સ્કૂલ પાસે ભાજપના આગેવાનોની હાજરીમાં 'મોદી પરિવાર સભા' યોજાઈ હતી. જોકે, આ દરમિયાન ક્ષત્રિયોએ કાળા વાવટા બતાવી વિરોધ નોંધાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં નવયુગ સ્કૂલ પાસે શનિવારે સાંજે લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના આગેવાનોની હાજરીમાં 'મોદી પરિવાર સભા' યોજાઈ હતી. જેમાં નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી પણ હાજર રહ્યા હતા. તેમજ આ સભામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. જોકે, આ દરમિયાન ક્ષત્રિયોએ કાળા વાવટા બતાવી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં રૂપાલા વિરુદ્ધ નારા લગાવ્યા હતા.






