Ahmedabad news: ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો, હજાર જેટલા મકાનો કપાતમાં જવાની શક્યતા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી પહેલા ચાંદલોડિયા વોર્ડમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આર્યસમાજ રોડને પહોળો કરવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ 1,000 જેટલા મકાનો કપાતમાં જવાની શક્યતા છે, જેને લઈને રહીશો હવે પાયમાલ થવાના ડરે વિરોધ કરી રહ્યા છે.
ચૂંટણી ટાણે જ કેમ છેડાયો વિવાદ?
આગામી 26 એપ્રિલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું મતદાન યોજાવાનું છે. આ મહત્વની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રોડ કપાતનો મુદ્દો ઉછળતા સત્તાધારી પક્ષ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. રહીશોનો આરોપ છે કે, તેઓ નગર પંચાયતના સમયથી અહીં વસવાટ કરે છે, અને હવે અચાનક તેમના ઘર છીનવવાની તૈયારી થઈ રહી છે.






