મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: બાવળા-રજોડા હાઇવે પર વીજ કંરટથી યુવાનનું મોત, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના વિવિધ જિલ્લાોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આ વરસાદને કારણે ખાડ

Ahmedabad news: બાવળા-રજોડા હાઇવે પર વીજ કંરટથી યુવાનનું મોત, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના વિવિધ જિલ્લાોમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે આ વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાવાની ઘટનાો સામે આવી છે. આ વચ્ચે કેટલાય પાણી ભરેલા ખાડાઓમાં પડવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ વીજકંરટની પણ ઘટનાો સામે આવી છે. આવી જ એક દુર્ઘટના  બાવળા-રજોડા હાઇવે પર વીજ કંરટની દુર્ઘટના સામે આવી છે.

 યુવકને વીજ કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું

  અમદાવાદ ગ્રામ્યના બાવળા-રજોડા હાઇવે પર ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા, જ્યાં યુવકને વીજ કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ હાઈવે પર  રજોડા પાટિયા નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે સ્ટ્રીટ લાઇટના થાંભલામાંથી કરંટ આવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી..

મૃતકની ઓળખ  સુરેશ ઝીગડુ તરીકે કરવામાં આવી 

તો બીજી તરફ મૃતકની ઓળખ  સુરેશ ઝીગડુ તરીકે કરવામાં આવી છે, જે મૂળ ઝારખંડના રહેવાસી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાવળા આરોગ્ય કેન્દ્ર મોકલ્યો હતો.

આ સમાચાર શેર કરો