મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: લલ્લા બિહારી કેવી રીતે કમાણી કરતો, તેના પર કોના ચાર હાથ? બે દાયકા પછી જ કેમ ચાલ્યું બુલડોઝર

બાંગ્લાદેશીઓના એપી સેન્ટર સમાન ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં કુખ્યાત લલ

Ahmedabad news: લલ્લા બિહારી કેવી રીતે કમાણી કરતો, તેના પર કોના ચાર હાથ? બે દાયકા પછી જ કેમ ચાલ્યું બુલડોઝર

બાંગ્લાદેશીઓના એપી સેન્ટર સમાન ચંડોળા તળાવની આજુબાજુના વિસ્તારમાં  કુખ્યાત લલ્લા બિહારીએ એકહથ્થુ શાસન જમાવ્યુ છે. એક ટપોરીએ આખાય વિસ્તારમાં આખુ નેટવર્ક કેવી રીતે ઉભુ કર્યું છે તે અંગે સવાલો ઉઠ્યાં છે. શાહ-એ-આલમ-ચંડોળા તળાવ વિસ્તારમાં લલ્લા બિહારીએ ગેરકાયદે પાર્ટીપ્લોટ, પાર્કિંગથી માંડીને લાઇટ-પાણી ચોરી કરીને મસમોટી કમાણી ઊભી કરી લીધી હતી. 

પાર્ટીપ્લોટનું ભાડું, ફાયનાન્સરોનું ખાસ પાર્કિંગથી કમાણી

ચંડોળા તળાવની આસપાસ ગેરકાયેદ વસાહતો ઊભી થઈ ગઈ છે પણ કુખ્યાત લલ્લાખાન બિહારીએ પણ માટીનુ પુરાણ કરીને મસમોટો પાર્ટી પ્લોટ બાંધી દીધો હતો. લગ્ન પ્રસંગ હોય તો લલ્લા બિહારીના ગેરકાયદેસર પાર્ટી પ્લોટનું ભાડું રૂા.25 હજાર લેવાતુ હતું. સ્થાનિકોનું કહેવુ છે કે, શાહ-એ-આલમ-ચંડોળા તળાવએ ગીચ વિસ્તાર હોવાથી વાહન પાર્કિગની સમસ્યા વિકટ બની છે ત્યારે લલ્લા બિહારીએ ગેરકાયેદ પાર્કિગ બનાવ્યુ હતું જ્યાં રીક્ષાનુ ભાડુ 20 રૂપિયા અને કાર પાર્કિગના 200 રૂપિયા ફી પેટે લેવામાં આવતા હતા. ખાસ કરીને ફાયનાન્સ કંપનીઓ માટે કામ કરતાં સિઝરો માટે ખાસ પાર્કિગ બનાવાયુ હતું. હપ્તો ન ભરે તો સીઝરો વાહનો લલ્લા બિહારીના પાર્કિગનો ઉપયોગ કરતાં હતાં. આમ, લલ્લાખાનની પાર્કિગની મોટી કમાણી હતી.

20 રૂપિયા લેખે પાણીના પૈસા ઉઘરાવતો

ચંડોળા તળાવની આસપાસ ગેરકાયેદ ઝૂંપડા-મકાનોમાં જો વીજળી જોઈએ તો લલ્લા બિહારીને જ મળવુ પડે. વીજ કનેકશનના મહિને 500 રૂપિયા ભરવા પડે. બારોબાર વીજચોરી કરીને ઝૂંપડા-મકાનોને વીજળી પુરી પાડવાનું કામ પણ લલ્લાખાનના માણસો કરી રહ્યાં છે. આખાય વિસ્તારમાં પાણીનું નેટવર્ક પણ ગોઠવાયેલું છે. ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં પાણીના બોર બનાવવામાં આવ્યાં છે. આ બોરનું પાણી વેચવામાં આવી રહ્યુ છે. લલ્લા બિહારીના એજન્ટો પાણીના રોજના 20 રૂપિયા લેખે પૈસા ઉઘરાવે છે. પાણી કનેક્શનના પૈસા તો અલગ ભરવાના.   ઝૂંપડાવાસી-મકાનોમાં રહેતાં ગરીબ મજૂર વર્ગના લોકો લાઇટ-પાણી માટે મજબૂરવશ બની લલ્લા બિહારીને પૈસા ચૂકવી રહ્યાં હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યાં છે. 

સવાલ એ છે કે, ચંડોળા તળાવની આસપાસ એકહથ્થુ શાસન જમાવનારાં લલ્લા બિહારી પર કોના છૂપા આશિર્વાદ છે પરિણામે અત્યાર સુધી એને ઉની આંચ આવી નથી. હવે જ્યારે બાંગ્લાદેશી ઘૂષણખોરોનો મુદ્દો ચગ્યો છે ત્યારે ખાખી વર્દીને પણ કામગીરી દેખાડવાનું શૂરાતન ઉપડ્યુ છે. 

વર્ષોથી વસતાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને જબ્બે કરવામાં પોલીસે કયુ મુહુર્ત જોવાનું હતું. ગુજરાત રાજ્યનું ઇન્ટેલિજન્સ શું કરતું હતું. આવી પ્રવૃતિ થતી હોવા છતાંય ગુજરાત પોલીસને આટલાં વર્ષો પછી ખબર પડીકે, ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો છુપાઇને બેઠાં છે. 

આ સમાચાર શેર કરો