મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર EDના દરોડા, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની હૈ

Ahmedabad news: ગેરકાયદે કોલ સેન્ટરોના 6 સ્થળો પર EDના દરોડા, ક્રિપ્ટો-હવાલાનું મોટું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા શહેરના છ વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

ઈડીની આ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓ અમેરિકાની સરકારી એજન્સીઓના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી વિદેશી નાગરિકોને ડરાવતા હતા અને તેમની પાસેથી મોટી રકમનો 'તોડ' કરી ડિજિટલ પેમેન્ટ મેળવતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ રીતે મેળવેલી રકમને સૌ પ્રથમ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી. ત્યારબાદ, હવાલા ઓપરેટરો અને સ્થાનિક કાળાબજાર જેવી ગેરકાયદે ચેનલો દ્વારા આ નાણાંને રોકડમાં ફેરવી દેવામાં આવતા હતા.

મુખ્ય આરોપીની ધરપકડ અને જપ્તી

ઈડીની તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓ પૈકીના એક, આકીબ ઘાંચી પાસેથી આશરે 12,000 યુએસ ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સી અને ₹13.50 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી, જે એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઈડીએ તપાસના સ્થળેથી મહત્ત્વપૂર્ણ ડેટા ધરાવતા અનેક ગુનાહિત દસ્તાવેજો તેમજ ડિજિટલ ઉપકરણો પણ કબજે કર્યા છે.

ડિજિટલ પુરાવાઓ કબજે

કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઈડીએ કડક કાર્યવાહી કરતા આરોપીઓ અને તેમની સંસ્થાઓ સાથે જોડાયેલા 31 બેન્ક ખાતાઓ અને બેન્ક લોકર્સ ફ્રીઝ કરી દીધા છે. ઈડીના આ આકરા પ્રહારને પગલે ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો