અમદાવાદ / વ્યાજ માફીની સ્કીમથી AUDAને 3 મહિનામાં થઈ 5 કરોડ 94 લાખની આવક, જાણો વિગત
અમદવાદ અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી - AUDA દ્વારા નિ

અમદવાદ અર્બન ડેવલોપમેન્ટ અથોરીટી - AUDA દ્વારા નિર્મિત મકાનધારકોના બાકી હપ્તા માટે AUDAએ બાકી હપ્તા પર વ્યાજ માફીની સ્કીમ રજૂ કરી હતી. AUDAએ 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી આ સ્કીમની સમય મર્યાદા જાહેર કરી હતી. આ સ્કીમના કારણે AUDAને 3 મહિનામાં 5 કરોડ 94 લાખની આવક થઈ છે.
આ 3 મહિનાના સમયગાળામાં AUDA દ્વારા નિર્મિત 1844 મકાનના મકાનધારકોએ સ્કીમનો લાભ લીધો છે, જેને કારણે AUDAને બાકી નીકળતી રકમ પેટે 5 કરોડ 94 લાખ 72 હજાર 900ની આવક થઈ છે.
14 આવાસ યોજનાના 2578 લાભાર્થીઓમાંથી 1844એ લાભ લીધો
AUDA દ્વારા નિર્મિત 14 આવાસ યોજના 2578 લાભાર્થીઓના 8 કરોડથી વધુની રકમના હપ્તા બાકી હતા. આ માટે AUDAએ 19 કરોડ જેટલી રકમની પેનલ્ટી નોટીસો ફટકારી હતી. જેમાંથી આ વ્યાજમાફી સ્કીમમાં 1844 લાભાર્થી મકાનધારકોએ સ્કીમનો લાભ લઈ પોતાના બાકી હપ્તા ચૂકવી દીધા છે.
જે મકાનધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ આપવા છતાં હપ્તા ભર્યા નથી તેવા મકાનધારકો સામે આગામી દિવસોમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવી તે ચૂંટણી બાદ બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.






