મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: બાવળામાં ડમ્પરનું ટાયર ડોક્ટરના માથા પર ફરી વળ્યું, ઘટનાસ્થળ પર જ તબીબનું મોત

ગુજરાતના અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. જેમાં બાવળામાં બેફામ ડમ્પર

Ahmedabad news: બાવળામાં ડમ્પરનું ટાયર ડોક્ટરના માથા પર ફરી વળ્યું, ઘટનાસ્થળ પર જ તબીબનું મોત

ગુજરાતના અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. જેમાં  બાવળામાં બેફામ ડમ્પરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. બાવળાના બલદાણા–બેગામડા રોડ પર બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરે બાઇકને કચડી નાખી હતી.

ડમ્પરના ટાયર ફરી વળતા હેલમેટ સાથે માથું ફાટી ગયું

બાઇક પર સવાર  ડોક્ટર યસ હિંમતભાઈ ઝાપડિયા હેલમેટ પહેરેલા હતા, પરંતુ ડમ્પરના ટાયર ફરી વળતા હેલમેટ સાથે માથું ફાટી જતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર 

અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને લઈ લોકોના ટોળા એકત્ર થયા હતા. જાણ થતાં કેરાળા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને ફરાર ચાલકને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો છે.

આ સમાચાર શેર કરો