VIDEO: અમદાવાદના ખાડિયામાં રેડિમેડ કપડાની દુકાનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
VIDEO: અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં આજે રવિવારે સાં
VIDEO: અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં આજે રવિવારે સાંજે રેડિમેડ કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અંગેની જાણ થતા આઠથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો સતત મારો ચલાવી આગ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ લાગવા પાછળ પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે. આગ લાગવાના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
અમદાવાદ શહેરમાં આજે રવિવારે સાંજે 7.47 વાગ્યે અચાનક ખાડિયા વિસ્તારમાં રેડિમેડ કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગના 1 મિનિ ફાયર ફાયટર, 5 ગજરાજ અને 2 બોલેરો કાર ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. જે બાદ ભારે જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી.




