મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ધારાસભ્ય હાર્દિક પટેલ વધુ એક વખત કોર્ટમાં ગેરહાજર, સતત ત્રણ મુદતમાં ગેરહાજર રહ્યા

ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને આજે હાઈકોર્ટમાં હાજર થ

અમદાવાદ: ધારાસભ્ય હાર્દિક પટેલ વધુ એક વખત કોર્ટમાં ગેરહાજર, સતત ત્રણ મુદતમાં ગેરહાજર રહ્યા

ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને આજે હાઈકોર્ટમાં હાજર થવાનું હતુ, પરંતુ તેઓ વધુ એકવાર નિકોલમાં નોંધાયેલા કેસ મામલે કોર્ટની મુદતમાં ગેરહાજર રહ્યા. હાર્દિક પટેલ અગાઉ પણ કાર્યવાહી દરમિયાન હાજર ન રહેતા કોર્ટે વોરંટ કાઢ્યું હતુ.

જો કે, તે સમયે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરી કાર્યવાહીમાં હાજર રહેવાની ખાતરી આપી વોરંટ રદ્દ કરાવ્યું હતુ. આવી સ્થિતિ હોવા છતાં, કોર્ટમાં બાહેધરી બાદ પણ હાર્દિક પટેલ સતત ત્રણ મુદતમાં ગેરહાજર રહ્યા છે.

આ મામલે હાર્દિક પટેલ સામે નોંધાયો હતો ગુનો

આજથી 10 વર્ષ પહેલા 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નિકોલમાં પ્રતીક ઉપવાસ મામલે હાર્દિક પટેલ સામે ગુનો નોંધાયો હતો. તે દરમિયાન હાર્દિક પટેલ સામે પરવાનગી વિના ધરણા, લોકોને ઉશ્કેરવા અને પોલીસને ગાળો બોલવા સહિતના મામલે ગુનો નોંધાયો હતો.

આ સમાચાર શેર કરો