અમદાવાદ: સગીરાની છેડતી કરનાર શખ્સે દાખલ કરી જામીન અરજી, જાણો થયું શું
અમદાવાદમાં થોડાક દિવસો પહેલા રામોલમાં સગીરાની શખ્સે છેડતી કરી હતી. સગી

અમદાવાદમાં થોડાક દિવસો પહેલા રામોલમાં સગીરાની શખ્સે છેડતી કરી હતી. સગીરા સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી. આ મામલે સગીરાના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોકસો એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આરોપી વાંરવાર સગીરાની છેડતી અને બીભત્સ માંગ કરતો હતો.
આરોપીએ કોર્ટમાં દાખલ કરી જામીન અરજી
પોલીસે ધરપકડ કર્યા બાદ પોક્સો કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. આરોપીએ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
આ પણ વાંચો: અંબાજી: દાંતા તાલુકામાંથી ઝડપાયા બોગસ તબીબો, SOGએ એલોપેથીક દવાનો જથ્થો કર્યો જપ્ત
સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ફગાવી દીધી અરજી
આ જામીન અરજી મામલે સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂાત કરી હતી કે જો આરોપીને હાલના તબક્કે જામીન આપવામાં આવશે તો તે પુરાવાનો નાશ કરી શકે છે. આ આશંકાએ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી સંપૂર્ણપણે ફગાવી દીધી છે.






