મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: અપહરણના કેસમાં જામીન પર છૂટેલો યુવાન સગીરાને ફરીથી ભગાડી ગયો, કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા

અમદાવાદમાં સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપી યુવકને 20 વર્ષની સખ્ત કેદની કોર્ટે સજા સંભળાવી છે. યુવાનને સગીરા સાથે

અમદાવાદ: અપહરણના કેસમાં જામીન પર છૂટેલો યુવાન સગીરાને ફરીથી ભગાડી ગયો, કોર્ટે સંભળાવી 20 વર્ષની સજા

અમદાવાદમાં સગીરાને ભગાડી જવાના કેસમાં આરોપી યુવકને 20 વર્ષની સખ્ત કેદની કોર્ટે સજા સંભળાવી છે. યુવાનને સગીરા સાથે પ્રેમ થઈ ગયો હતો, તો બીજી તરફ સગીરાને આરોપી ભગાડી ગયો હતો. આ મામલે સગીરાના પરિવારે અપહરણની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં યુવાન અને સગીરાને શોધી કાઢ્યા હતા.

જામીન પર બહાર આવ્યો અને ફરીથી સગીરાનું કર્યું અપહરણ

આરોપી પર અપહરણ કેસમાં આરોપીને જેલવાસ ભોગવવો પડ્યો હતો, જો કે આ મામલે તેને જામીન મળ્યા હતા, આરોપી જામીન પર બહાર હતો, ત્યારે ફરીથી તે સગીરાને ભગાડી ગયો હતો. ત્યારે આ મામલે આરોપી પર બીજો કેસ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે સગીરા અને આરોપીને ભગાડવામાં તેના મિત્રે મદદ કરી હતી.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ અકસ્માતના કાળજુ કંપાવી નાખે તેવા CCTV, દુર્ઘટનામાં 7ના મોત

સ્પેશિયલ પોક્સો કોર્ટે પ્રથમ કેસમાં નિર્દોષ મુક્ત કર્યો હતો

સ્પેશિયલ પોક્સો કોર્ટે પ્રથમ કેસમાં નિર્દોષ મુક્ત કર્યો હતો અને મદદરૂપ મિત્રને પણ કોર્ટે નિર્દોષ મુક્ત કર્યો હતો. જો કે બીજીવાર આરોપીએ આ ગુનો આચરતા કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપી સામે ગુનો પુરવાર થતો હોય દયા ન દાખવી શકાય.

આ સમાચાર શેર કરો