અમદાવાદ : સરખેજમાં રૂ. 30 લાખની લેતી-દેતીમાં યુવક પર ફાયરિંગ, પોલીસે ફાયરિંગ કરનારની કરી અટકાયત
સરખેજના મહમદપુરા રોડ પર રૂપિયાની લેતી-દેતીમાં ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં એક યુવકને ઈજા પ

સરખેજના મહમદપુરા રોડ પર રૂપિયાની લેતી-દેતીમાં ફાયરિંગની ઘટના બની છે. આ ફાયરિંગમાં એક યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફાયરિંગ કરનારની અટકાયત કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના સરખેજના મહમદપુરા રોડ પર ગુરૂવારે સેવન ઇલેવન કાફેની બહાર બે યુવકો વચ્ચે 30 લાખ રૂપિયાની લેતી-દેતીના મામલે બોલાચાલી થઈ હતી. જોકે, બાદમાં નિલેશ ખંભાયતા નામના યુવકે આવેશમાં આવીને અન્ય યુવક પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં હરપાલસિંહ જાદવને ઇજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો
બીજી તરફ સરખેજ પોલીસે હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફાયરિંગ કરનાર નિલેશની અટકાયત કરવામાં આવી છે.






