મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિદેશથી ચાલતા નશાનો પર્દાફાશ: લંચ બોક્સ, ટેડીબીયરની આડમાં હાઇબ્રિડ ગાંજાનું કુરિયર

ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે કે સોફ્ટ ટાર્ગેટ હોય તે પ્રમાણે અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી ડ્રગ્સ કાર્ટલ

વિદેશથી ચાલતા નશાનો પર્દાફાશ: લંચ બોક્સ, ટેડીબીયરની આડમાં હાઇબ્રિડ ગાંજાનું કુરિયર

ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જાણે કે સોફ્ટ ટાર્ગેટ હોય તે પ્રમાણે અલગ અલગ મોડેસ ઓપરેન્ડીથી ડ્રગ્સ કાર્ટલ ચલાવતા માફીયાઓ ડ્રગ્સ સપ્લાય કરી રહ્યા છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને એક્સાઈઝ વિભાગ સંયુક્ત ઓપરેશન કરી વિદેશથી પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.

હાઈબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં ₹ 1.25 કરોડ

ડ્રગ્સ માફિયાઓ  કેનેડા,અમેરિકા, થાઈલેન્ડ સહિતના દેશોમાંથી પાર્સલ મંગાવતા અને તેમાં ચીજવસ્તુની આડમાં ગેરકાયદેસર વેપાર કરતા. હાલમાં પકડાયેલ સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો લંચ બોક્સ,ગિફ્ટ આર્ટિકલ,ચોકલેટસ, લેડીસ ડ્રેસ, વિટામિન કેન્ડી, ટેડીબીયરની આડમાં છુપાવીને લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.નશાનો કારોબાર ચલાવતા શખ્સોએ  અમદાવાદ શાહીબાગ પર આવેલી ફોરેજિયન પોસ્ટ ઓફિસ ખાતે 14 જેટલા પાર્સલો મોકલેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.પોલીસની વાત માનીએ તો પકડાયેલ સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં ₹ 1.25 કરોડની કિંમતનો હોવાનું મનાઇ રહ્યું છે.


હાઇબ્રીડ ગાંજાની એક ગ્રામની કિંમત 3000-3500 રૂપિયા

હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે માનવામાં આવી રહ્યું છે કે પકડાયેલા હાઇબ્રીડ ગાંજાની એક ગ્રામ ની કિંમત 3000-3500 રૂપિયાની છે.મહત્ત્વની વાત એ પણ સામે આવી છે કે પકડાયેલા 14 પાર્સલો અલગ અલગ દેશોમાંથી મોકલવામાં આવેલા જેમાં મોકલનારના ખોટા નામ અને સરનામાં લખેલા હતા.જ્યારે અમદાવાદમાં આવ્યા બાદ આ પાર્સલો જેને મોકલવા રીસીવરના એડ્રેસ અને મોબાઈલ નંબરો લખેલા પાર્સલ પર મળ્યા હતા તે પણ વર્ચ્યુઅલ નંબર હતા જેથી તેમનો કોઈ સંપર્ક ના થઇ શકે.


સૌથી વધુ અમેરિકાના 11 પાર્સલ હતા
  
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે શાહીબાગ ખાતે આવેલી ફોરેજિયન પોસ્ટ ઓફિસથી પાર્સલ મળી આવેલા આ 14 પાર્સલો અલગ અલગ સરનામાના હતા. પોલીસને હાથે લાગેલા પાર્સલ પૈકી સૌથી વધુ અમેરિકાના 11 પાર્સલ, કેનેડા 2 પાર્સલ અને થાઈલેન્ડનું 1 પાર્સલ હતું.જેમાં અમદાવાદ, સુરત,તાપી,પાલનપુરમાં મોકલવાના હતા પણ આ તમામ સરનામા અને ખોટા મોબાઈલ નંબર લખેલા હતા જેથી પોલીસ આરોપી સુધી પહોંચી ના શકે.અગાઉ પણ અમદાવાદ સાઈબર ક્રાઇમે ડાર્કવેબના માધ્યમથી ઓનલાઈન વિદેશથી ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ડ્રગ્સ કાર્ટલ  ચલાવતા આરોપીઓ સિફત પૂર્વક આ પાર્સલો સ્કેનરમાં સ્કેન ના થાય તે રીતે મોકલતા હતા.ત્યારે સવાલ એ થાય છે કે આવા કેટલા પાર્સલ ગુજરાતમાં અગાઉ આવી ચુક્યા હશે?

આ સમાચાર શેર કરો