મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય, ‘અધિકારીઓની આળસ’ની કોઈ દવા નથી!

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ચોમાસુ આવતા જ સુફિયાણી વાતો શરૂ કરી દે છ

સિવિલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય, ‘અધિકારીઓની આળસ’ની કોઈ દવા નથી!

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ચોમાસુ આવતા જ સુફિયાણી વાતો શરૂ કરી દે છે કે પાણીજન્ય રોગોનો ફેલાય તે લોકોએ તકેદારી રાખવી અને પોતાના ઘરની આસપાસ પાણી ન ભરાય તેની તકેદારી રાખવી, પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બેઝમેન્ટમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી પાણી ભરાયેલું છે તેમજ સિવિલ હોસ્પિટલની કેટલી જગ્યાએ ગંદકી તેમજ પાણી ભરાયેલા જોવા મળે છે. જો કે આ ગંદકી સાહેબના નજરમાં આવી લગતી નથી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં ઢીંચણ સમા પાણી છેલ્લાં 1 મહિનાથી જોવા મળે છે. સિવિલ હોસ્પિટલની પ્રીમાઈસીસમાં ઠેરઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીઓ દ્વારા આ ગંદકી અને બેઝમેન્ટમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી.

મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદ આવે અને બેઝમેન્ટમાં વરસાદી પાણી ભરાઈ આવે છે. વરસાદી પાણીનો નિકાલ યોગ્ય સમય કરવામાં નથી આવતો જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, સફાઈ કર્મીઓ, સિવિલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને સારવાર લેવા આવતા દર્દીઓ મચ્છરજન્ય રોગો થઈ શકે છે. 

સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇસ્પેક્ટર સામે અનેક ફરિયાદો ઉઠી છે પરંતુ તેની સામે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. મહત્વની વાત તો એ છે કે સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇસ્પેક્ટર પોતાની મનમાની કર્યા કરે છે અને તેઓ સિવિલ હોસ્પિટલમાં ઠેર ઠેર ગંદકીઓ અને સફાઈમાં યોગ્ય ધ્યાન ન આપતા નથી. પરંતુ તેમની સામે સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી.

આ સમાચાર શેર કરો