મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના કલ્યાણ જિવાશ્રય ફાઉન્ડેશનમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને ધારાસભ્ય અમિત શાહ રહ્યા હાજર

અમદાવાદમાં વાસણા વિસ્તારમાં આવેલા કલ્યાણ જ

અમદાવાદના કલ્યાણ જિવાશ્રય ફાઉન્ડેશનમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને ધારાસભ્ય અમિત શાહ રહ્યા હાજર

 અમદાવાદમાં વાસણા વિસ્તારમાં આવેલા કલ્યાણ જિવાશ્રય ફાઉન્ડેશનમાં અબોલ જીવોના કલ્યાણ અર્થે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. પાંચમાં દિવસે કલ્યાણ જિવાશ્રયના પરિસરમાં ગણેશજીને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના કર્ણાવતી મહાનગરના પ્રમુખ પ્રેરક શાહ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રેરક શાહ અને અમિત શાહે કલ્યાણ જીવાશ્રયની હોસ્પિટલ મુલાકાત

પ્રેરક શાહ અને અમિત શાહે કલ્યાણ જીવાશ્રયની હોસ્પિટલ મુલાકાત લીધી હતી. તેમણે  કલ્યાણ જિવાશ્રયના અબોલજીવ માટે ચાલતા ઉમદા સેવા કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે જીવદયા સાથે સંકળાયેલા લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગણેશજી સર્વજીવોનું કલ્યાણ કરે તેવી ભાવના સાથે સંસ્થામાંથી બપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી 

આ સમાચાર શેર કરો