મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં ગણેશ વિસર્જનને લઈ પોલીસ તંત્ર સજ્જ, ડ્રોન દ્વારા રખાતી ચાંપતી નજર

વડોદરાના કેટલાક વિસ્તારોમાં આજે ગણેશ વિસર્જનને લઇ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું

વડોદરાના કેટલાક વિસ્તારોમાં આજે ગણેશ વિસર્જનને લઇ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. સંવેદનશીલ એવા જૂનીઘડી વિસ્તારમાં ગણેશજીની વિસર્જન યાત્રા હોવાથી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિગ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ પણ હાથ ધરાયુ હતું. શહેરમાં જુદા જુદા સ્થળે દસ કરતા વધુ કૃત્રિમ તળાવોમાં ભગવાન ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરાશે. ડીપ પોઇન્ટ,ધાબા પોઇન્ટ, બોડી વોર્ન કેમેરા, બાયનોક્યુલર અને આઠ જેટલાં ડ્રોન કેમેરાથી પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખશે. કેટલાક મંડળોની વિસર્જન સવારીઓને લઇને ખાસ રૂટ પણ નક્કી કરાયા છે. 

આ સમાચાર શેર કરો