મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : કુખ્યાત અલ્તાફ બાસી વિરુદ્ધ 3 FIR, ગેરકાયદેસર બાંધકામ મામલે બે જૂથ સાથે થઇ હતી બોલાચાલી

અમદાવાદ : કબ્રસ્તાનમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કુખ્યાત અલ્તાફ બાસી ખાલી કરાવવામાં માટે ગયો હતો જે

અમદાવાદ : કુખ્યાત અલ્તાફ બાસી વિરુદ્ધ 3 FIR, ગેરકાયદેસર બાંધકામ મામલે બે જૂથ સાથે થઇ હતી બોલાચાલી

અમદાવાદ : કબ્રસ્તાનમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કુખ્યાત અલ્તાફ બાસી ખાલી કરાવવામાં માટે ગયો હતો જે સમયે અન્ય એક જૂથ સાથે બોલાચાલી થઇ હતી. પોલીસના બાતમીદાર મનાતા અલ્તાફ બાસી અને તેના સાગરીતો વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં 2 દિવસમાં 3 ફરિયાદ નોંધાઈ છે.

અલ્તાફ બાસીની દાદાગીરી ફરી આવી સામે હતી. અલ્તાફ બાસીની દાદાગીરી કરતા બે જૂથ આમને સામને આવી ગયા હતા. બન્ને જૂથો વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી જેમાં અલ્તાફ બાસિને પણ થઈ ગંભીર ઈજાઓ થઇ હતી. ગોમતીપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલે થાળે પાડ્યો હતો. સમગ્ર ઘટનના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે જેમાં અલ્તાફ બાસી અને તેના સાગરીતો જાહેરમાં હાથમાં ધોકા અને બેટ લઈને લોકો સાથે માથાકૂટ કરતા નજરે પડે છે. ગોમતીપુર ચારતોલા કબ્રસ્તાન પાસે થયેલ માથાકૂટ મામલે ફરિયાદ નોંધાઈ છે. અલ્તાફ બાસી સહિત 5 લોકો વિરુદ્ધ અકબરઅલી શેખે લૂંટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહીતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મોહસીન અલી અંસારીએ અલ્તાફ બાસી સહિત 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં પણ તેમને અલ્તાફ બાસી સહિત 5 લોકો વિરુદ્ધ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ કર્યો છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રુકસાનબાનું ઘાંચીએ પણ અલ્તાફ બાસી સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં રુકસાનબાનું ઘાંચીએ અલ્તાફ બાસી સહિત 3 લોકો પર આક્ષેપ લગાવ્યો છે કે અલ્તાફ બાસી અને એના સાગરીતો ધ્વારા તેમના ઘરે આવી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

જો કે ફરિયાદ નોંધાયા બાદ અલ્તાફ બાસી અને તેના સાગરીતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે અલ્તાફ બાસીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો