અમદાવાદ: ઓલોપેથીક પ્રેક્ટિસ કરતાં BHMS ડોકટરની હોસ્પિટલ સીલ, દર્દીઓને આપવામાં આવતી હતી આ દવાઓ
રાજ્યના સાણંદ જિલ્લાના મોરૈયા ગામમાં ડોક્ટરની હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. મળતા અહેવાલ

રાજ્યના સાણંદ જિલ્લાના મોરૈયા ગામમાં ડોક્ટરની હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સાણંદ જીલ્લાનાં મોરૈયા ગામે ઓલોપેથીક પ્રેક્ટિસ કરતાં BHMS ડોકટરની હોસ્પિટલ સીલ કરવામાં આવ્યું છે.
BHMS ડિગ્રી ધરાવનાર ડોક્ટર બોટલો, ઇન્જેક્શન અને ઓલોપેથીક દવા આપતા
BHMS ડિગ્રી ધરાવનાર ડોક્ટર ચિરાગ અગ્રવાલ દ્વારા દર્દીઓને બોટલો, ઇન્જેક્શન અને ઓલોપેથીક દવા આપવામાં આવતી હતી. આ મામલે CDHO ડોક્ટરને જાણકારી મળી તો તપાસ આદરી હતી.
આ પણ વાંચો: ભાજપ v/s ભાજપ: પક્ષના હોદ્દેદારોની પસંદગી સમયે જૂથવાદ, ડેમેજ કંટ્રોલ કરનાર કોઈ નથી
CDHO ડોકટર શૈલેષ પરમારને જાણકારી મળી
CDHO ડોકટર શૈલેષ પરમારને આની જાણકારી મળતાં મોરૈયા ફાટક પાસેથી ચિરાગ અગ્રવાલ નામની હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. ચાંગોદર પોલીસને પણ આની જાણકારી CDHO દ્વારા કરવામાં આવી છે.






