મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: દેશમાં 'વોટ ચોરી' બાદ ગુજરાતમાં કોંગ્રેસનો 'પ્લોટ ચોરીનો' આરોપ, સરકારને કર્યા આ સવાલ

Ahmedabad news: હાલ સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ

Ahmedabad news: દેશમાં 'વોટ ચોરી' બાદ ગુજરાતમાં કોંગ્રેસનો 'પ્લોટ ચોરીનો' આરોપ, સરકારને કર્યા આ સવાલ

Ahmedabad news: હાલ સમગ્ર દેશમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કરી વોટ ચોરીનો આરોપ મુક્યો છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે રાજ્ય સરકાર અને ઔડાને આડે હાથ લઇ પ્લોટ ચોરીનો આરોપ મુક્યો છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પ્લોટ ચોરી થઇ રહી છે. ભાજપ સરકારે 50 લાખ લોકો માટે ઘરનું ઘર આપવાની જાહેરાત માત્ર કાગળ પર કરી હોય તેવું લાગી રહ્યું છે. 

 સરકારે ગરીબ પ્રજાને યોજનાના લાભથી વંચિત 

કોંગી નેતા હેમાંગ રાવલે સરકાર પર પ્લોટ ચોરીના આક્ષેપ મુકતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે 50 લાખ લોકો માટે ઘરનું ઘર આપવાની જાહેરાત કરી હતી. આર્થિક રીતે નબળા લોકો માટે શહેરોમાં TP સ્કીમ બનાવવાની હતી પણ સરકારે ગરીબ પ્રજાને આ યોજનાના લાભથી વંચિત રાખ્યા છે.

સરકારી પ્લોટની માહિતી સરકાર પાસે હોતી જ નથી

અમદાવાદ ખાતે ઓડાના મકાનો માટે પ્લોટ આરક્ષિત કરવામાં આવતા હોય છે, પણ આ પ્લોટ તો ભૂ માફિયા લઇ લે છે. જિલ્લામાં સિંગરવા અને દસક્રોઇ ખાતે જમીન કૌભાંડ થયુ છે. રાજ્યમાં ગરીબો માટેના પ્લોટ તો નેતાઓ અને અધિકારીઓ ચોરી કરી રહ્યા છે. સરકારી પ્લોટની માહિતી સરકાર પાસે હોતી જ નથી, જેથી ભૂ માફિયાઓને પ્લોટ ચોરી કરવામાં મોકળું મેદાન મળી જાય છે. પ્રજા સામે અમે આ પ્લોટ ચોરીની જાહેરાત મોટા પાયે કરીશું તેમ કોંગી પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા જણાવાયું છે. અમે આ ગંભીર મુદ્દે ગરીબોના હક માટે લડીશું, સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી ન્યાય અપાવીશું. 

આ સમાચાર શેર કરો