મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પોલીસના નવા પરિપત્ર બાદ પકડાયો લાખથી વધુનો દારૂ, પતરાની આરડીમાં છુપાવ્યો હતો નશાનો સામાન

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જો કે, દારૂબંધી વચ્ચે એક નવા પરિપત્રથી બુટલેગર પકડાય તો પ

સુરતમાં પોલીસના નવા પરિપત્ર બાદ પકડાયો લાખથી વધુનો દારૂ, પતરાની આરડીમાં છુપાવ્યો હતો નશાનો સામાન

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જો કે, દારૂબંધી વચ્ચે એક નવા પરિપત્રથી બુટલેગર પકડાય તો પોલીસ સામે કાર્યવાહી હળવી થાય તેમ છે. આ વિવાદ વચ્ચે સુરતના સચિન વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સચિનમાં પતરાની ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂના કુલ્લે એક લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

બે ઝડપાયા

બાતમીના આધારે સચીન, પારડી, મહાત્મા ગાંધીનગરમાં આવેલ પ્લોટ નંબર ૧૪ તથા ૧૫ માં દિલીપભાઇ નાયકાની પતરાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. બે ઇસમો હાલ તે જથ્થો સગેવગે કરી રહ્યા છે. આ હકીકતના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરી પતરાના ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતા આરોપીઓ નામે (૧) રાજુ ઉર્ફે મામા રમેશભાઇ રાઠોડ (૨) જાવેદ S/O અખતર શેખને પકડી પાડ્યા હતાં.

દારૂ આપનાર વોન્ટેડ

આરોપીઓ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ્લે નાની બોટલ નંગ-૭૩૫ કિંમત રૂ.૧.૦૨,૪૫૫ ઝડપાયો હતો. સાથે તેઓની અંગ ઝડતીમાંથી મોબાઇલ ફોન નંગ.૦૨  ૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૧,૧૨,૪૫૫/- નાં મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂનો જથ્થો આપી જનાર દિલીપ શુક્કરભાઇ નાયકાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો