મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં ડેપ્યુટી મેયર પર થયેલ જીવલેણ હુમલા બાદ તંત્ર સફાળે જાગ્યું, કલેકટરે લીધો મહત્વનો નિર્ણય

રાજકોટમાં જામનગર રોડ પર આવેલઈ એક હોટલ પર ડેપ્યુટી કલેકટર નરેન

રાજકોટમાં ડેપ્યુટી મેયર પર થયેલ જીવલેણ હુમલા બાદ તંત્ર સફાળે જાગ્યું, કલેકટરે લીધો મહત્વનો નિર્ણય

રાજકોટમાં જામનગર રોડ પર આવેલઈ એક હોટલ પર ડેપ્યુટી કલેકટર નરેન્દ્રસિંહ જાડેજા પર છરી વડે થયેલ જીવલેણ હુમલા બાદ તંત્ર સફાળે જાગ્યું છે અને હોટલ સંચાલક સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 

આ પણ વાંચો: મોરબી: પાવરગ્રીડના પ્રોજેક્ટમાં જમીનના વળતર મુદ્દે ખેડૂતોનો વિરોધ

રાજકોટના વોર્ડ નં. ૩ના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા કે જે ટીકુભા તરીકે પણ ઓળખાય છે, તેના અને તેના ભાઈ ઉપર થોડા દિવસ અગાઉ રાત્રે જામનગર રોડ પર આવેલા સન્ની પાજી દા ઢાબાના માલિક સન્ની પાજીના જૂથ સાથે થયેલી માથાકૂટમાં છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ મામલે ગાંધીગ્રામના પીઆઈ કરપડાએ જણાવ્યું કે "સન્ની પાજીએ નિવેદનમાં સમાધાનની વાત થઇ ગયાનું જણાવ્યું છે જ્યારે સામા પક્ષે ફરિયાદ નોંધાવવા માગતા નહીં હોવાનું જણાવ્યું છે. જેને કારણે આ કેસમાં કોઇ પક્ષે હજુ સુધી ફરિયાદ નોંધાવી નથી."

ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર થયેલા આ હુમલાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. કલેકટરે જામનગર રોડ પર આવેલા સન્ની પાજી દા ઢાબાની જગ્યામાં શરતભંગ થયો હોવાનો ખુલાસો કર્યો છે. જેમાં જણાવાયું છે કે રહેણાંક હેતુ માટેની જગ્યા બિનખેતી કરાવ્યા બાદ તેની પર કોમર્શિયલ ઉપયોગ શરૂ કરાવાયો હતો. જેથી તંત્ર હોટલ સંચાલક સામે કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. 

આ પણ વાંચો: અમદાવાદ: સગીરાની છેડતી કરનાર શખ્સે દાખલ કરી જામીન અરજી, જાણો થયું શું

TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તાલુકા મામલતદાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ મામલે તપાસ પણ કરાઈ હતી ત્યારે 4 મહિના પહેલા આ બાબત તંત્રના ધ્યાને આવી છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાયા હતા. 

આ સમાચાર શેર કરો