મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: સગાઈ તૂટ્યા બાદ યુવાને કર્યું જઘન કૃત્ય, યુવતીની માતાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

After the engagement broke off, the young man petrol on the girl's mother | રાજકોટમાં સગપણ તૂટ્યા બાદ યુવાને આવેશમાં આવીને જઘન કૃત્ય કર્યું હતું. મળતા અહેવાલ

રાજકોટ: સગાઈ તૂટ્યા બાદ યુવાને કર્યું જઘન કૃત્ય, યુવતીની માતાને પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

રાજકોટમાં સગપણ તૂટ્યા બાદ યુવાને આવેશમાં આવીને જઘન કૃત્ય કર્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે યુવતી સગપણ તૂટતા તેની માતાને હેવાન યુવાને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. સ્લમ ક્વાર્ટસમાં રહેતા પરિવારની દીકરીનું બગસરાના રવિ સોલંકી નામના યુવક સાથે સગપણ નક્કી થયું હતું.

 પેટ્રોલ છાંટીને યુવતીની માતાને સળગાવી દીધી

કોઈ કારણસર યુવાન સાથે મહિલાએ પોતાની દિકરીનું સગપણ તોડી નાખ્યું હતું. તો આવેશમાં આવીને યુવાન મધરાતે યુવતીના ઘરે પહોંચ્યો હતો, ત્યાં તેણે પેટ્રોલ છાંટીને યુવતીની માતાને સળગાવી દીધી હતી.

 પ્રદ્યુમનનગર પોલીસે યુવકને દબોચવા માટે તજવીજ હાથ ધરી 

યુવતીએ બૂમા બૂમ કરી દીધી હતી. મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, હાલ મહિલાની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે યુવકને દબોચવા માટે તજવીજ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો