મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહિસાગર: અંધશ્રદ્ધાએ લીધો યુવતીનો જીવ, તબિયત બગડતા પરિવાર હોસ્પિટલને બદલે ભુવા પાસે લઈ ગયા પછી...

રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મૂક્યો છે, પરતું આ પ્રથાના કારણે હજ

મહિસાગર: અંધશ્રદ્ધાએ લીધો યુવતીનો જીવ, તબિયત બગડતા પરિવાર હોસ્પિટલને બદલે ભુવા પાસે લઈ ગયા પછી...

રાજ્ય સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મૂક્યો છે, પરતું આ પ્રથાના કારણે હજીપણ લોકો ભોગ બની રહ્યાં છે. મહીસાગરના મોટા ખાનપુર ગામમાં અંધશ્રદ્ધાએ પરિમણીતાનો ભોગ લીધો છે.મોટા ખાનપુર ગામના 28 વર્ષીય પિન્કી બેન રાવળનામની યુવતી અંધશ્રદ્ધાનો શિકારબની હતી. અંધશ્રદ્ધાનો ભોગ બન્યાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ડોક્ટરને બદલે ભુવા પાસે લઈ ગયો પરિવાર

પરિણીતાને શરીરમાં દુખાવાની ફરિયાદ હતી અને ત્યારબાદ તેમના સગા-સંબંધીએ માલપુરના પીપરાણા પાસે ભુવાજી પાસે લઈ જવાનું કહ્યું હતું. ભુવાજીએ તેમનેઆંકડિયાના મૂળ પીવડાવતા પરિણીતાની તબિયત બગડી અને તે બેહોશ થઈ ગઈ હતી.

 યુવતીને સારવાર અર્થે પહેલા મોડાસા પછી વડોદરા અને છેલ્લે  અમદાવાદ લઈ જવામાં આવી

ગંભીર હાલતમાં યુવતીને સારવાર અર્થે પહેલા મોડાસા પછી વડોદરા અને છેલ્લે  અમદાવાદ લઈ જવામાં આવી હતી, પરતું તેનો જીવ બચી શક્યો નહતો.

આ સમાચાર શેર કરો