મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રેતી, જમીન બાદ હવે ભાજપના સહકારી માફિયા બહાર આવ્યા, માંડવી સુગરની હરાજીને લઈને અમિત ચાવડાના પ્રહાર

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર સહકારી મંડળીની 100 વીઘા જમીન મ

રેતી, જમીન બાદ હવે ભાજપના સહકારી માફિયા બહાર આવ્યા, માંડવી સુગરની હરાજીને લઈને અમિત ચાવડાના પ્રહાર

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી માંડવી સુગર સહકારી મંડળીની 100 વીઘા જમીન મશીનરી પ્લાન્ટ સહિત 250 કરોડની મિલકત 37 કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે સુરતમાં આવેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે,અગાઉ રેતી, જમીન માફિયાગિરી થતી હતી જો કે, હવે સહકારી ક્ષેત્રના માફિયા પણ બહાર આવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં CBI તપાસની માંગ કરીએ છીએ.આ સહિત સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પૂરાણ કરાયું હોવાથી પૂરની સમસ્યા અને ડર રહે છે. ત્યારે ભાજપના ઈશારે ચાલતાં આ ખેલને બંધ કરીને લોકોના જાનમાલને નુકસાનીથી બચાવી યોગ્ય પગલા લેવાની માગણ પણ તેમણે વધુમાં કરી હતી.

ફરીથી હરાજી થવી જોઈએ

દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની સંપત્તિ 100 વિઘા જમીન, મશિનરી, પ્લાન્ટ સહિતની 250 કરોડની મિલ્કતો છે, જેને માત્ર 37 કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાઈ રહ્યું છે. મંડળીમાં પંચાવન હજાર સભાસદોનું સભાપદ છે. આ મંડળીમાં ખેડૂતોના 26 કરોડ અને સરકારના 20.5 કરોડ રૂપિયા છે. બેંકે 37 કરોડમાં પધરાવવાનો પ્લાન કર્યો તે બેંકે લોન આપતા પહેલા જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યુ હતું. જેમાં બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય 250 કરોડ હતું. સરફેસી એક્ટ હેઠળ સહકારી મંડળીની મિલકતો કોઈપણ સંજોગોમાં વેચી શકાય નહિ.' ત્યારે બેંકે જે હરરાજી કરી છે તે માટે કલેકટર કે રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તેની તપાસની માંગ અમિત ચાવડાએ કરી હતી.

ખાનગીને નિયમો તોડી વેચાણ

મંડળીના કાયદા મુજબ કોઈ આર્થિક મુશ્કેલીની સ્થિતિ ઉભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે. સરફેસી એક્ટમાં બેંક સીધી હરરાજી કેવી રીતે કરી શકે. ખેડૂતોના હિત માટે આજ સુધી ગુજરાતમાં સહકારી ખાંડના ઉદ્યોગમાં પ્રાઇવેટ કંપનીને ઘુસવા નથી દીધી. કોઈપણ પ્રાઇવેટ કંપનીએ સુગર ફેક્ટ્રી શરૂ કરવી હોય તો આઈઈએમનું લાયસન્સ લેવું પડે. આજે જુન્નર નામની કંપનીને મંડળી પધરાવીએ છીએ, પરંતુ તેની પાસે લાયસન્સ નથી. 

આ સમાચાર શેર કરો