મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કુલ દ્વારા વધુ ફી વસુલવા મામલે DEO બાદ હવે FRCની નોટિસ

Ahmedabad News: અમદાવાદમાં ખાનગી શાળા દ્વારા વસુલવામાં આવતી જંગી ફીને મામલે સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં

Ahmedabadની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કુલ દ્વારા વધુ ફી વસુલવા મામલે DEO બાદ હવે FRCની નોટિસ

Ahmedabad News: અમદાવાદમાં ખાનગી શાળા દ્વારા વસુલવામાં આવતી જંગી ફીને મામલે સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ લોયલા પ્રાથમિક વિભાગને FRCની નોટિસ ફટકારવામા આવી છે. અમદાવાદ DEOની નોટિસ બાદ FRCની પણ નોટિસ ફટકારવામાં આવી છે.  નિયત ધારાધોરણ કરતા વધુ ફી વસૂલતા નોટિસ ફટકારી છે. 40 હાજરથી ફી ઘટાડીને 22 હાજર ફી વસુલવાનો આદેશ હતો.

અગાઉ DEOએ નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો. FRC દ્વારા વધારાની લીધેલ ફી પરત કરવા આદેશ આપવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા 22 હજાર ની બદલે 39 હજાર ફી વસુલવા આવી હતી. નવા શૈક્ષણિક સત્રમાં પણ નિયમ અનુસાર જ ફી વસૂલવાની સૂચના આપવામાં આવી હતી.  જો સ્કૂલ દ્વારા FRC ના નિયમોનું ઉલંઘન થશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો