મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: નગરદેવીની યાત્રા લાલ દરવાજા થઈ ભદ્ર મંદિર પરત ફરી, મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યો

અમદાવાદના ૬૧૪માં સ્થાપના દિવસે અને આજે શિવરાત્રિએ નગરદેવી માતા ભદ્રકાળી

અમદાવાદ: નગરદેવીની યાત્રા લાલ દરવાજા થઈ ભદ્ર મંદિર પરત ફરી, મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યો

અમદાવાદના ૬૧૪માં સ્થાપના દિવસે અને આજે શિવરાત્રિએ નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભવ્ય નગરયાત્રામાં માતાજીનો રથ, હાથી અખાડના કલાકારો, ભજન મંડળીઓ સાથે નગરયાત્રા વહેલી સવારથી નીકળી હતી.

614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવંત બની

આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સાહ છે. 614 વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. સવારે 7:30 કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવાયું. 614 વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવંત બની છે.ભદ્રકાળી માતાજીની મૂર્તિ અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરચર્યાને પ્રસ્થાન કરાવાયું છે. માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો