મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ પછી આજે ચૂંટણી, ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટાની ટક્કર

રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાનાર છે. વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનો બીઝનેસ, 3.3

રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ પછી આજે ચૂંટણી, ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટાની ટક્કર

રાજકોટ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી યોજાનાર છે. વર્ષે 10 હજાર કરોડ રૂપિયાનો બીઝનેસ, 3.32 લાખ શેર હોલ્ડર્સ ધરાવતી અને પાંચમી ઓક્ટોબર 1953માં સ્થપાયેલી 59 સભ્યોએ 5 હજાર રૂપિયાથી ઓછી મુડી સાથે શરુ કરેલી બહુરાજ્ય રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ બાદ પહેલીવાર ચૂંટણી યોજાઈ રહી છે. 

 322  મતદારો મતદાન કરશે

રાજકોટમાં નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી. 21 ડિરેક્ટરોની ચૂંટણીમાંથી છ બેઠકો બીન હરીફ જાહેર થઈ હતી. સંસ્કાર પેનલના 11 ઉમેદવારો અને સહકાર પેનલના 15 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટાની ટક્કર જામશે. રાજકોટ,મુંબઈ,અમદાવાદ,સુરત સહિતના શહેરોમાં 322 જેટલા મતદારો મતદાન કરશે.નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીને લઈને રાજકોટમાં ધારાસભાની ચૂંટણી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: પાટણ: મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, સિનિયરોઓ રેંગિગ કરતા યુવાને મોતને વ્હાલું કર્યું

ધારાસભા જેવો માહલ સર્જાયો

આ ચૂંટણીમાં ભાજપ-સંઘ સાથે જોડાયેલા બે જૂથો વચ્ચે તીવ્રરસાકસી હોવાથી ધારાસભા જેવો માહલ સર્જાયો છે. કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ધી કોઓપરેટીવ ઈલેક્શન ઓથોરિટીની સ્થાપના પછી અને ધી મલ્ટીસ્ટેટ કો.ઓપ.સો.એક્ટ-2002માં નવા સુધારા પછી આ પ્રકારની ચૂંટણી ગુજરાત રાજ્યમાં પ્રથમવાર થઈ રહી છે. જેમાં ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટરની નિયુક્તિ કરાઈ હતી.

આજે (17મી નવેમ્બર) સવારે ૮થી સાંજે ૪ દરમિયાન થનારા મતદાન માટે રાજકોટ ઉપરાંત જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત અને મુંબઈ ખાતે પોલીંગ બુથ ઊભા કરાયા છે અને પોલીંગ સ્ટાફને ત્યાં રવાના કરાયો છે. કલેક્ટરે 35 પોલીંગ સ્ટાફ અને 21 રિઝર્વ સ્ટાફના ઓર્ડર કર્યા હતા. 

આ સમાચાર શેર કરો