પાટણ: મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત, સિનિયરોઓ રેંગિગ કરતા અચાનક ઢળી પડ્યો

પાટણનું ફરી એક વખત મેડિકલ શિક્ષણ બદનામ થયું. પાટણ થી સાત કિલોમીટર દૂર ધારપુર સ્થિત સરસ્વતી મેડિકલ કોલેજમાં ચાલુ વર્ષમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું કોઈ અગમ્ય કારણસર શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું.
મૃતકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કોલેજના સત્તાવાળા તેમજ વિદ્યાર્થીઓના જવાબ લેવાની તજવીજ હાથ ધરાઇ છે.
પાટણમાં મેડિકલ વિદ્યાર્થીનું મોત
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વિદ્યાર્થી અનિલ નાથુભાઈ મુથાણીયા આ વર્ષે મેડિકલમાં પ્રથમ વર્ષમાં દાખલ થયો હતો. ત્રીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીના ઇન્ટ્રોડક્શનની વાત કરી હતી. દરમિયાન ત્રણેક કલાક ઉભા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું તે દરમ્યાન અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: ઊંઝા-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રનનો મામલો, ઈજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત
પોલીસે પાટણ સિવીલમાં પેનલ ડોક્ટર અને વિડીયોગ્રાફી સાથે વિદ્યાર્થીના મૃતદેહનું પીએમ કરવામાં આવ્યું. મૃતક વિદ્યાર્થી અનિલ ખેડૂત પિતાનું પુત્ર હતો.આ ઘટના બનતા પરિવાર તૂટી પડ્યો હતો તેમ જ મેડિકલ કોલેજમાં વાતાવરણ છવાયું છે ફરીથી એક વખત રેગિંગની ઘટનાએ એક 18 વર્ષના નિર્દોષ વિદ્યાર્થીનો ભોગ લીધો હતો.
રેગિંગ પહેલા વોટ્સએપ પર મોકલવામાં આવ્યો હતો મેસેજ
ધારપુર મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના મોત મામલે નવો ખુલાસો થયો છે. ઘટના પહેલા વિદ્યાર્થીઓના વોટ્સએપ પર મેસેજ મોકલવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને બ્લોક 8માં સાડા આઠ વાગ્યે બોલાવવામાં આવ્યા હતા તેમજ અમદાવાદ-સુરતના વિદ્યાર્થીઓને 51 બ્લોકમાં 9.30 વાગ્યે બોલાવવામાં આવ્યા હતા. ભાવનગર-બોટાદના વિદ્યાર્થીઓને પણ 51 નંબરના રૂમમાં બોલાવવામાં આવ્યા હતા.

