ઊંઝા-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રનનો મામલો, ઈજાગ્રસ્ત મહિલા પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત

રાજ્યમાં બે દિવસ અગાઉ થયેલા ઊંઝા-મહેસાણા હાઇવે પર હિટ એન્ડ રનની ઘટનામાં મહિલા પોલીસ કર્મીનું મોત. બે દિવસ અગાઉ મોટીદાઉ નજીક બે પોલીસકર્મીઓને અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ઊંઝા પોલીસ સ્ટેશનથી ફરજ બજાવી મહેસાણા પરત આવતા અકસ્માત થયો હતો.
અજાણ્યા વાહન ચાલક બાઈક સવાર પોલીસકર્મીઓને ટક્કર મારીને ફરાર
અજાણ્યા વાહન ચાલક બાઈક સવાર પોલીસકર્મીઓને ટક્કર મારીને ફરાર થયો હતો. બન્ને પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં મહિલા પોલીસકર્મીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા પોલીસ કર્મીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક 'મોતનો ખેલ': બજાણાના આધેડને પરાણે સ્ટેન્ડ મૂક્યો, 11 દિવસની સારવાર બાદ જીવ ખોયો
વિપુલ ચૌધરી અને મનીષા મકવાણા આ બે પોલીસ કર્મીઓને ઈજા પહોંચી
વિપુલ ચૌધરી અને મનીષા મકવાણા આ બે પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જોકે આ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ઘટના સ્થળ પરથી ફરાર થયો હતો. પોલીસકર્મી ના મોત ને લઈ પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી હતી.

