મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ફરજમાં ગેરહાજર રહી વિદેશમાં રહેતા શિક્ષકો સામે થશે કાર્યવાહી, તમામ શાળાઓમાં કરાશે તપાસ

અંબાજીની પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષિકા ચાલુ ફરજે અમેરિકા રહેવાનો મામલે શિક્ષણ પ

ફરજમાં ગેરહાજર રહી વિદેશમાં રહેતા શિક્ષકો સામે થશે કાર્યવાહી, તમામ શાળાઓમાં કરાશે તપાસ

અંબાજીની પાન્છા પ્રાથમિક શાળાના શિક્ષિકા ચાલુ ફરજે અમેરિકા રહેવાનો મામલે શિક્ષણ પ્રધાનનું મોટુ નિવેદન સામે આવ્યું છે. શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે કહ્યુ ચાલું ફરજે વિદેશ રહેતા તમામ શિક્ષકો અને કર્મચારીઓની વિગતોનો અહેવાલ મેળવાશે, અને રાજ્યની તમામ શાળાઓમા કરાશે તપાસ અને વિગતો મંગાવાશે. ફરજમાં ગેરહાજર રહી વિદેશ રહેતા  જણાશે તેવા તમામ શિક્ષકો સામે કાર્યવાહી કરાશે.

રાજ્યની તમામ શાળાઓમાં કરાશે તપાસ

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી નજીક આવેલા પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હોવા છતાં શાળાના રેકોર્ડ પર તેનું નામ બોલાઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવતા શિક્ષિકા વર્ષમાં એક વાર શાળામાં હાજર થઈ લાખોનો પગાર લેવા હોવાની ફરિયાદો ઊઠી છે.

પ્રિન્સીપાલે સ્થાનિક સહિતની ઉચ્ચ કક્ષાએ જાણ કરી

અંબાજીથી સાત કિલોમીટર દૂર આવેલા પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ છેલ્લા 8 વર્ષથી  અમેરિકામાં સ્થાયી થયા છે. છતાં તેમેનું નામ ધોરણ પાંચના મુખ્ય શિક્ષિકા તરીકે હાલમાં પણ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. તે ગ્રીન કાર્ડ પણ ધરાવે છે. વર્ષમાં એક જ વાર ગુજરાત આવે છે અને હાજર થઈ બે એક લાખ રૂપિયાનો પગાર પણ મેળવે છે.

આ સમાચાર શેર કરો