મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં 144થી વધુ કાર ચોરીનો ભેદ ઉકેલતા પોલીસે કરી એક તબીબ સહિત ત્રણની ધરપકડ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને કારની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી 144 જેટલી કાર ચ

વડોદરામાં 144થી વધુ કાર ચોરીનો ભેદ ઉકેલતા પોલીસે કરી એક તબીબ સહિત ત્રણની ધરપકડ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને કારની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી 144 જેટલી કાર ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જોકે સમગ્ર ઘટનામાં સૌથી ચોકવનારી વાત એ છે કે, આ ચોરીની પાછળ માસ્ટર માઈન્ડ તબીબ હોવાનું બહાર આવ્યું છે, પોલીસે સમગ્ર ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, અમદાવાદના બાવળા જિલ્લાનો હરેશ માણીયા કાર ચોરીના ગુનામાં હિસ્ટ્રી શીટર છે અને હાલ વડોદરામાં છે, જેથી ક્રાઇમ બ્રાન્ચે બાતમીને આધારે હરેશ માણીયાની ધરપકડ કરી પૂછતાછ કરી હતી. આ દરમિયાન તેને વટાણા વેરી દીધા હતા અને તેના ભાઈ અરવિંદ માણીયા અને ભંગારના વેપારી તાહેર ત્રિવેદી સાથે મળી વડોદરામાં પૂર અગાઉ ત્રણ કાર સહિત અત્યાર સુધી ત્રણેયએ ભેગા મળી કુલ 149 કરતા વધુ કારની ચોરી કરી છે.

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં યુવાનની હત્યા મામલે પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં હોબાળો

જેમાં સૌથી વધુ 144 કારની ચોરી તો ફક્ત અમદાવાદમાં જ કરી છે. અને ચોરીની તમામ કાર તેઓ રાજકોટમાં ભંગારનો ડેલો ચલાવનાર તાહિર ત્રિવેદીને આપી કારને છૂટી કરી ભંગારમાં વેચીને ચોરી પાર પાડતા હતા. મહત્વનું છે કે મુખ્ય આરોપી હરેશ માણીયાએ પુનામાં બી.ઈ.એમ.એસ.નો કોર્સ કર્યો છે અને અગાઉ અમદાવાદ જિલ્લાના બાવળામાં શ્રીજી ક્લિનિક ચલાવતો હતો. બાદમાં ભાઈ સાથે મળી કાર ચોરી શરૂ કરી હતી તેમજ તેની સામે પત્નીને શારીરિક માનસિક ત્રાસ અને નશાકારક શીરપના મામલે  એનડીપીએસનો ગુનો નોંધાયેલ છે.

આ સમાચાર શેર કરો