સુરેન્દ્રનગરમાં યુવાનની હત્યા મામલે પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં હોબાળો

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના વાસુકીનગરમાં યુવાનની હત્યાના બનાવ અનુસંધાને પોલીસના રીકન્ટ્રકશન દરમિયાન ફરિયાદી પરિવાર લોકોએ હોબાળો કર્યો હતો. હત્યામાં મૃત્યુ પામેલા લોકોનો પરિવાર મોટી સંખ્યામાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે ઘસી આવ્યો હતો.
આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં કેનાલ ઓવરફલો થતાં 700 વિઘા જમીનમાં પાણી ફેરવાયું, ખેડૂતોના પાકને ભારે નુકસાન
નાટ્યાત્મક રીતે પોલીસ દ્વારા રિકન્ટ્રક્શનની કામગીરી કરવામાં આવતા હત્યા થયેલ યુવાનનો પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પરિવારજનોએ પોલીસ ઉપર આક્રોશ ઠાલવતા કહ્યું કે સામાન્ય આરોપીનું જેમ રી કન્ટ્રક્શન કરો છો તો આ હત્યા કરેલા આરોપીઓનું રી કન્ટ્રક્શન સામાન્ય રીતે કેમ કરો છો? હત્યા કરેલા તમામ આરોપીઓને પોલીસ ગાડીમાં બેસાડી ઘટના સ્થળ પર લાવતા મામલો બિચક્યો હતો. આખરે પોલીસ દ્વારા સાંજે 5:00 વાગ્યા પછી ફરીથી પરિવારની માંગ પ્રમાણે રી કન્ટ્રક્શન કરવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.

