Video: સુરતમાં વ્યૂઝ મેળવવા નકલી TTE બનેલા યુવક સામે કાર્યવાહી, પોલીસે લિંબાયતમાંથી દબોચ્યો

સુરત રેલવે સ્ટેશન પર સોશિયલ મીડિયામાં વ્યૂઝ મેળવવા અને ફેમસ થવાના ચક્કરમાં એક યુવકે નકલી TTE બનીને રોફ જમાવતો વિડિયો બનાવ્યો હતો. આ યુવકે પ્લેટફોર્મ નંબર ૨ અને ચાલતી ટ્રેનમાં મુસાફરોની ટિકિટ ચેક કરવાનો ઢોંગ કરી, દંડ ભરવાની ધમકી આપીને મુસાફરોને ડરાવ્યા હતા.સોશિયલ મીડિય પર ફરિયાદ મળતાં સુરત પોલીસ અને RPF ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સના આધારે લિંબાયતના મહાપ્રભુ નગરમાંથી ૨૫ વર્ષીય આરોપી સમીઉલ્લાહ શેખની ધરપકડ કરી હતી. પોલીસે અનધિકૃત પ્રવેશ અને TTEનો વેશ ધારણ કરવા બદલ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







