Surendranagar: 5 હજાર રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી, કરોડોની સંપત્તિ ધરાવતા લોકો સસ્તા અનાજનો લાભ લે છે
સુરેન્દ્રનગર જિલ્લામાં 5 હજાર રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વાર્ષિક આવક 6 લાખ કરતા વધુ ધરાવતા હ

સુરેન્દ્રનગર જિલ્લામાં 5 હજાર રેશનકાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વાર્ષિક આવક 6 લાખ કરતા વધુ ધરાવતા હોવા છતા સસ્તા અનાજનો લાભ લેતા રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. જો આ નોટિસનો જવાબ નહીં આપવામાં આવે તો NFSA કાર્ડ બંધ કરી NON-NFSA કરવામાં આવશે. માહિતી અનુસાર 25 લાખથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ પણ સરકાર દ્વારા આપવામાં આવતું સસ્તુ અનાજ લઈ રહ્યા હોવાની શંકા થવાથી તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. પુરવઠા વિભાગ મામલતદાર સહિતની ટીમને તપાસના કામે લગાવવામાં આવી છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે તે જરૂરી છે પરંતુ કરોડોની સંપત્તિ ધરાવતા લોકો સસ્તા અનાજનો દુરઉપયોગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં એવા અનેક પરિવારો છે જે કરોડોની સંપત્તિ ધરાવે છે, તેમ છતાં તેમની પાસે બીપીએલ કાર્ડ છે, હવે આ તમામ સામે કાર્યવાહી થશે.



