અમદાવાદ: સરકાર સામે બાથ ભીડનાર પોલીસના 13 વહીટદારો સામે સકંજો કસાયો, મિલકતોની થશે તપાસ
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં 13 પોલીસ ક

અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ તરીકે કામ કરતાં 13 પોલીસ કર્મચારીઓ પોતે જ્યાં નોકરી કરતાં હોય તે સિવાયના પોલીસ સ્ટેશનોમાં પણ પોલીસ ઈન્સપેક્ટરો, એસીપી કે ડીસીપી કક્ષાના અધિકારીઓ માટે કે તેમના નામે ઉઘરાણાકરવાની પ્રવતિ કરતાં હોવાની ફરિયાદો ડીજીપી અને પોલીસ કમિશ્નરને મળી હતી.
મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું
આ અંગે પ્રાથમિક તપાસમાં પોલીસ સ્ટેશન ચલાવવા માટે કરવા પડતાં સત્તાવાર સિવાયના ખર્ચ કાઢવા માટે કાર્યરત રહેતાં પોલીસ કર્મચારી એટલેકે વહીવટીદારો મેળાપીપણું રચીને તોડબાજી કરતાં હોવાનું જણાયું હતું. એક-બે કિસ્સામાં દારૂની હેરાફેરી, અન્ય ગેરકાયદેસર કૃત્યો અને લાખો રૂપિયા પડાવવાની ઘટનાઓ ખુલી હતી.
DGPએ સ્ટેટ મોનિટરીંગ સેલને તપાસ સોંપી
કોની કયા જિલ્લામાં બદલી
રાજેન્દ્રસિંહ અજીતસિંગ ગોહિલ- તાપી
કેયુર ધીરૂભાઈ બારોટ- જુનાગઢ
સિરાજ રજાકભાઈ મનસુરી- પોરબંદર
હરવિજયસિંહ દિલિપસિંહ ચાવડા- અમરેલી
જગદીશ કાંતિલાલ ચૌધરી- પશ્ચિમ કચ્છ
મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર- જામનગર
ફિરોજખાન મુનસફખાવ પઠાણ- બોટાદ
ઈન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા- નર્મદા
મહિપતસિંહ ઉદેસિંહ ચૌહાણ- જામનગર
લાલજી ચતુરભાઈ દેસાઈ- દેવભુમિ દ્વારકા
સમીઉલ્લા યાવરમિયાં ઠાકોર- રાજકોટ ગ્રામ્ય
જીવણ મેઘજી યાદવ- મહીસાગર
અક્ષયસિંહ રામસિંહ પુવાર-પૂર્વ કચ્છ
DGPએ 13 વહીવટદારોની બીજા જિલ્લામાં તપાસના આદેશ કર્યા હતા. સરકારી કર્મચારીઓ હોવાના નાતે વહીવટદારોએ હાઈકોર્ટમાં ઘા નાંખવાની તૈયારી હાથ ધરી હતી. આ રીતે સરકાર સામે બાથ ભીડનારા પોલીસના 13 વહીવટદારો સામે આખરે DGPએ સ્ટેટ મોનિટરીંગ સેલને તપાસ સોંપી છે.
તમામ મિલકતો અને રોકાણોની થશે તપાસ
13 વહીવટદારો ઉપરાંત તેમના પરિવાર કે સ્વજનોના નામે સ્થાવર કે જંગમ મિલકત, બેન્ક બેલેન્સ, વાહનો, લોકર્, એકાઉન્ટ સહિતની ઊંડાણપૂર્વક તપાસ કરવામા આદેશ આપ્યા છે.








