મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ફરિયાદ બાદ કાર્યવાહી, નોટિસ છતાં દબાણ ન હટાવતા ડિમોલિશન

સુરત મનપા અધિકારીએ સિંગણપોર અને નાસિરનગર ડિમોલિશન વિવાદ પર સ્પષ્ટતા કરતા જણાવ્યુ

સુરત મનપા અધિકારીએ સિંગણપોર અને નાસિરનગર ડિમોલિશન વિવાદ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સિંગણપોરમાં થયેલી કામગીરી સંપૂર્ણપણે નિયમોનુસાર અને રૂટિન પ્રક્રિયાનો ભાગ હતી. પડોશીની ફરિયાદ બાદ નોટિસ આપવા છતાં દબાણ ન હટાવાતા આ પગલાં લેવાયા હતા. અધિકારીએ ભાજપના નેતાના દબાણ કે ટાર્ગેટ કર્યા હોવાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજી તરફ, નાસિરનગર ડિમોલિશન મામલે તપાસ સમિતિએ તપાસ તેજ કરી છે. સમિતિની પ્રથમ બેઠક બાદ તમામ વહીવટી દસ્તાવેજો મંગાવવામાં આવ્યા છે. પુરાવાઓની ચકાસણી બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. મનપાએ સ્પષ્ટ કર્યું છે કે ટીપી રોડ અને રિઝર્વેશન પ્લોટ પરના ગેરકાયદે દબાણો સામે ઝુંબેશ ચાલુ રહેશે

આ સમાચાર શેર કરો