VIDEO: સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે વિવાદોનો સિલસિલો યથાવત
સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે વિવાદોનો સિલસિલો યથાવત છે અને તેમાં નવા વળાંકો સામે આવી રહ્યા છે. નાસિર

સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે વિવાદોનો સિલસિલો યથાવત છે અને તેમાં નવા વળાંકો સામે આવી રહ્યા છે. નાસિરનગરમાં વિવાદ સર્જાયાના 16 દિવસ વીતવા છતાં મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દરમિયાન ઘટનાસ્થળના કેટલાક ફોટા અને વિગતો સામે આવતા ચર્ચા જાગી છે.જેમાં બિલ્ડર સંજય લાખાણીનો ભાઈ ડિમોલિશન પ્રક્રિયામાં સૂચનાઓ આપતો હોય તેમ જણાય છે, તેમજ ભાજપ કાર્યકર ઝાકીર શાહની હાજરી પણ કેમેરામાં કેદ થઈ છે. આ નવા ખુલાસાઓને પગલે તંત્રની ભૂમિકા અને રાજકીય હસ્તક્ષેપ અંગે અનેક તર્કવિતર્ક સર્જાયા છે.




