VIDEO: સુરતના કામરેજમાં અસલી નામે નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું
સુરતના કામરેજમાં અસલી નામે નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. કામરેજ

સુરતના કામરેજમાં અસલી નામે નકલી ઘી બનાવવાનું મસમોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. કામરેજ પોલીસે નવાગામ GIDCમાં આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીયલના પ્લોટ નંબર 7 પર દરોડા પાડી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. છેલ્લા 15 દિવસથી કાર્યરત આ કારખાનામાંથી પોલીસને 15 ડબ્બા તેલ, 140 કિલો ક્રીમ તેમજ ગાય અને ભેંસના ઘીના ડબ્બા સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવી છે. આ નકલી ઘી બનાવીને ક્યાં વેચાણ કરવામાં આવતું હતું. તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.




