મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતના ઉધના વિસ્તારની મનપાની શાળામાં 11 વર્ષના વિદ્યાર્થીએ ચપ્પુથી જીવલેણ હુમલો કરીને ચોંકાવનારી ઘટના સામે આવી

સુરતના

સુરતના ઉધના વિસ્તારની મનપાની શાળામાં 11 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસમેટ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરીને ચોંકાવનારી ઘટના સામે આવી છે.વર્ગખંડમાં બાળસહજ બોલાચાલી બાદ શાળા છૂટતી વખતે આરોપી વિદ્યાર્થીએ તેના સાથી પર ચપ્પુના અનેક આડેધડ ઘા કર્યા. હિંસક હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આરોપી વિદ્યાર્થીની સ્કૂલ બેગમાંથી તીક્ષ્ણ ચપ્પુ મળી આવતા વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો