Ahmedabad news: દાણીલીમડામાં સામાન્ય તકરારમાં યુવાનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા
અમદાવાદના દાણીલીમડામાં યુવાનની હત્યા મામલે સેશન્સ કોર્ટે સખ્ત

અમદાવાદના દાણીલીમડામાં યુવાનની હત્યા મામલે સેશન્સ કોર્ટે સખ્ત ચુકાદો આપ્યો છે, મળતા અહેવાલ પ્રમાણે નજીવી તકરારમાં યુવાનની હત્યા કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તો બીજી તરફ કોર્ટે આરોપીને 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ના બહેરામપુરાના બનાવમાં આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો.
આધેડ સાથે યુવાને નજીવી બાબતમાં છરી મારી હતી
સમગ્ર મામલો એ છે કે દાણીલીમડાના બહેરામપુરામાં 45 વર્ષનો અકરમ પરિવાર સાથે વસવાટ કરતો હતો. 14 જુલાઈ 2020ના રોજ અકરમ પોતાના ઘરની પાસે ઉભો હતો, ત્યારે ત્યાં સમીર કુરેશી આવીને અકરમ સાથે નજીવી બાબતે તકરાર કરી હતી, તો બીજી તરફ સમીરે ઉશ્કેરાઈને છરી કાઢીને અકરમ પર જીવલેણ હુમલો કર્યો હતો,
ઈજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત
આ હુમલામાં અકરમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અકરમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને ઝડપીને જેલવા હવાલે કર્યો હતો. કોર્ટે સજા ફટકારતા કહ્યું કે સમાજમાં દાખલો બેસે અને આ પ્રકારના આરોપીઓમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાનમાં રાખીને આરોપીને સખ્તમાં સખ્ત સજા ફટકારવામાં આવી છે.






