મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં નેપાળી યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો, સામાન ભરવાની બેગ બાબતે લીધો હતો જીવ

ગુજરાતભરમાંથી હત્યાના બનાવનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે એવામાં સુરતના કતારગામમાં થયેલી હત્યાને મામલે આખર

સુરતમાં નેપાળી યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો, સામાન ભરવાની બેગ બાબતે લીધો હતો જીવ

ગુજરાતભરમાંથી હત્યાના બનાવનો સિલસિલો યથાવતરુપે જોવા મળી રહ્યો છે એવામાં સુરતના કતારગામમાં થયેલી હત્યાને મામલે આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતમાં 21 વર્ષીય નેપાળી યુવાનની નજીવી બાબતે હત્યા થઇ હતી. નેપાળી યુવકની ગળું પાસે ચપ્પુ મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ મામલે સુરત શહેરમાં કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પ્રકાશ મુળજીભાઈ સોસા નામના આરોપીની ધરપકડ કરી છે.

સામાન ભરવાની બેગ પરત માંગતા હત્યા કરવામાં આવી હતી. મૃતક સરોજ બહોરાની બેગ આરોપી પ્રકાશ લઇ ગયો હતો જે બેગ પરત માંગતા ઝઘડો અને બોલાચાલી થઈ હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરતા જાણવા મળ્યું તે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમજ આરોપી 2 દિવસ પહેલા જ જેલમાંથી જામીન પર મુક્ત થઈને બહાર આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

સુરતમાં શનિવારે (8 માર્ચ) નેપાળી યુવક સરોજ બહોરાનું ગળુ કાપી હત્યા કરી દેવામાં આવી હતી. યુવક છેલ્લાં ત્રણ વર્ષથી સુરતમાં રહીને રત્નકલાકાર તરીકેનું કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, યુવક શુક્રવારે રાત્રે પોતાની બેગ લઈને બહાર જતો હતો, ત્યારે તેને કેટલાંક શખ્સોએ રોક્યો. બાદમાં કોઈ કારણોસર તેમની વચ્ચે બોલાચાલી થઈ અને હુમલાખોરોએ તેનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી.

આ સમાચાર શેર કરો