મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા સગીરા પર ગેંગરેપના આરોપી 48 કલાક બાદ ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી

વડોદરા ગેંગરેપના આરોપી 48 કલાક બાદ ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર પાંચ આ

વડોદરા સગીરા પર ગેંગરેપના આરોપી 48 કલાક બાદ ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી

વડોદરા ગેંગરેપના આરોપી 48 કલાક બાદ ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરનાર પાંચ આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઇ હતી. પોલીસની ટીમો દ્વારા 1000થી વધુ CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. પોલીસે પીડિતાને 100થી વધુ હિસ્ટ્રીશિટરોના ફોટા પણ બતાવ્યા હતા. 

સગીરા પર ગેંગરેપના આરોપી ઝડપાયા

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો. વડોદરાની વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડયા હતા. વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત વડોદરા શહેરની પોલીસ તેમજ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે જોડાઈ હતી. 

પોલીસે આરોપીઓને શોધવા દિવસ-રાત એક કરી

જિલ્લા પોલીસની તપાસમાં પોલીસને એક લિન્ક મળી હતી અને તે મુજબ શકમંદોને ઉઠાવી પૂછપરછ કરી હતી. પરંતુ પ્રાથમિક તબક્કે તેઓ હોય તેમ નહી જણાતા આખરે તેમને જવા દેવાયા હતાં. પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારનું કૃત્ય કરતા હોય તેવા 50 થી 60 લોકો ઓળખાયા છે અને તેઓની ઘનિષ્ઠ તપાસ કરી ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ભાયલીથી 4-5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો જેઓ આ વિસ્તારથી ખૂબ વાકેફ છે તેઓની ઓળખ કરીને પૂછપરછનો દોર શરુ કરવામાં આવ્યો છે. 

માતાએ ફોન કરતાં નરાધમોએ ઉપાડયો, પાંચ સેકન્ડમાં બંધ

ભાયલી પાસેની અવાવરી જગ્યા પર બોયફ્રેન્ડ સાથે બેઠેલી વિદ્યાર્થિની પર ગેંગરેપ કરી ફરાર થઇ ગયેલા ત્રણ નરાધમોએ વિદ્યાર્થિનીનો મોબાઈલ પણ લૂંટ્યો હતો. આ મોબાઈલ રાત્રે 1:20 મિનિટ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન અટલાદરા વિસ્તારમાં જાણવા મળ્યું હતું.

પુત્રી મોડી રાત્રિ સુધી ઘેર નહી આવતા તેની માતા તેના મોબાઈલ પર સતત ફોન કરતી હતી ત્યારે  નરાધમોએ માતાનો ફોન ઉપાડયો હતો અને માત્ર પાંચ સેકન્ડ ચાલુ રહ્યા બાદ ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. પોલીસને હજી સુધી વિદ્યાર્થિનીના મોબાઇલનો પત્તો મળ્યો નથી.

વિદ્યાર્થિનીના મિત્રોએ પોલીસ ફરિયાદ કરવા હિંમત આપી

ભાયલી પાસે ધોરણ-11ની વિદ્યાર્થિની પર ગેંગરેપની ઘટના બાદ વિદ્યાર્થિની તેમજ તેનો પરિવાર પોલીસ ફરિયાદ નોંધવવા માટે તૈયાર ન હતા પરંતુ વિદ્યાર્થિનીના મિત્રોએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવા માટે હિંમત આપી હતી અને બાદમાં આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

આ સમાચાર શેર કરો