સુરતના વરાછા પોલીસ મથકના લોકઅપમાં આરોપીએ ખાધો ફાંસો, દીકરી સાથે બદકામના કેસમાં હતો કસ્ટડીમાં
સુરત પોલીસ સતત ચર્ચામાં રહે છે. ત્યારે વરાછા પોલીસ મથકમાં કસ્ટોડીયલ ડેથને લઈને ઉહાપોહ મચી ગયો હતો. વરાછા પો

સુરત પોલીસ સતત ચર્ચામાં રહે છે. ત્યારે વરાછા પોલીસ મથકમાં કસ્ટોડીયલ ડેથને લઈને ઉહાપોહ મચી ગયો હતો. વરાછા પોલીસ મથકની કસ્ટડીના બાથરૂમમાં આરોપીએ શર્ટનો ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. દીકરી સાથે બદકામ કરવાના કેસમાં આરોપીને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. એ દરમિયાન પગલું ભરી લેતાં મૃતદેહને પીમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો.
ગળેફાંસો ખાધો
મૃતક 45 વર્ષીય હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલાં પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ 45 વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે જ સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું.પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
પૂછપરછ થઈ હતી
ડીસીપી આલોક કુમારે કહ્યું કે, વરાછા પોલીસ સ્ટેશનમાં દુ:ખદ ઘટના બની છે. જેમાં એક પોક્સોનો અને કલમ 376 રેપનો આરોપી છે. તેણે પોતના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. આરોપી પર દીકરીના રેપ અને પોક્સોની ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન આરોપી બાથરૂમમાં ગયો અને બાથરૂમની જાળી સાથે પોતાની શર્ટથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે આગળની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.








